જામનગર શહેરના મેઘવારવાસમાં ઘોડીપાસાનો જૂગાર રમાતા સ્થળે સીટી એ ડીવીઝન પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન ચાર શખ્સોને રૂા.12,200 નીર ોકડ રકમ અને ઘોડીપાસા સાથે ઝડપી લીધા હતાં. જોડિયાના દલિત વાસમાંથી તીનપતિ રમતા પાંચ શખ્સોને સ્થાનિક પોલીસે રૂા.10,790ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જૂગાર દરોડાની વિગત મુજબ, પ્રથમ દરોડો, જામનગર શહેરના મેઘવારવાસ ખાઈફળીમાં જાહેરમાં ઘોડીપાસાનો જૂગાર રમાતો હોવાની બાતમીના આધારે સિટી એ ડીવીઝન પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન તોફિક અબ્દુલ દેખાન, નુર આબેદીન બ્લોચ, હૈદર ગફાર સૈયદનાગાણી, હારુન મહમદખાન પઠાણ સહિતના ચાર શખ્સોને રૂા.12200 ની રોકડ રકમ અને ઘોડીપાસાના બે નંગ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. બીજો દરોડો, જોડિયા ગામમાં આવેલા દલિત વાસમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા અસગર ઈલિયાસ સન્ના, જેન્તીલાલ ઉર્ફે કેશુ મોહન પરમાર, ઓસમાણ હબીબ બુચડ, હુશેન કાસમ છેર, અનિષ રફિક રાધા સહિતના પાંચ શખ્સોને જોડિયા પોલીસે રૂા.10,790 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં.