જોડિયામાં કબ્રસ્તાન નજીક શ્રમિક યુવાનને ગાડી સરખી ચલાવવા બાબતે કહ્યાનો ખાર રાખી ચાર શખ્સોએ એકસંપ કરી ધોકા વડે અને ઢીકાપાટુનો માર મારી ધમકી આપ્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
હુમલાના બનાવની વિગત મુજબ, જોડિયા ગામમાં મોટોવાસ કબ્રસ્તાનવાળી શેરીમાં રહેતો સદામ હુશેન હનિફ નુત્યાર (ઉ.વ.25) નામના યુવાનને ગાડી અથડાઈ નહીં તે માટે નવાઝ સમેજાને વાહન સરખી રીતે ચલાવવાનું કહેતા આ બાબતનો ખાર રાખી ઓસમાણ હાસમ સમેજા, અસલમ હાસમ સમેજા, નવાઝ અસલમ સમેજા, સેજુ ઓસમાણ સમેજા નામના ચાર શખ્સોએ એકસંપ કરી સદામ હુશેન ઉપર ધોકા વડે હુમલો કરી સદામ તથા તેના ભત્રીજાને માથાકૂટ કરી ઝપાઝપી બાદ શર્ટ ફાડી નાખ્યો હતો અને ત્યારબાદ યુવાનને મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ બનાવ અંગેની જાણ કરાતા હેકો કે.કે. જાટીયા તથા સ્ટાફે સદામ હુશેનના નિવેદનના આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.