કાલાવડના માછરડા સોસાયટી વિસ્તારમાંથી સ્થાનિક પોલીસે પ્રફુલ્લ ઉગા સોંદરવા, ડાયાલાલ કાનજી ચંદ્રપાલ, પ્રફુલ્લ વસતા સોંદરવા, વિનોદ હીરા સોંદરવા તથા રતા નાથા સોંદરવા નામના પાંચ શખ્સોને તીનપતિનો જૂગાર રમતા ઝડપી લઇ રૂા.10 હજારની રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કબ્જે કરી જૂગારધારા હેઠળ કાર્યવાહી કરી હતી.
બીજો દરોડો, જામનગર શહેરના સાત રસ્તા જાડાની બિલ્ડિંગ નીચે જાહેરમાં એકી બેકીનો જૂગાર રમાતો હોવાની બાતમીના આધારે સિટી બી પોલીસે મહમ્મદ હુશેન અબ્બાસ ખફી તથા મોહીન ફારુક બ્લોચ નામના બે શખ્સોને ચલણી નોટો ઉપર એકી બેકીના આંકડા બોલી જૂગાર રમતા ઝડપી લઇ રૂા.2590 ની રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
ત્રીજો દરોડો, સીક્કા વિસ્તારમાં સાપર ગામમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમાતો હોવાની બાતમીના આધારે સ્થાનિક પોલીસે રેઈડ દરમિયાન વિનોદ મેપા ભાંભી, આમદ મામદ નાઈ નામના બે શખ્સો તથા બે મહિલાઓ સહિત ચાર શખ્સોને તીનપતિનો જૂગાર રમતા ઝડપી લઇ રૂા.1680 ની રોકડ રકમ સહિત ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ચોથો દરોડો, જામનગર શહેરમાં 58 દિગ્વીજય પ્લોટ વિસ્તારમાં જાહેરમાં ઘોડીપાસાનો જૂગાર રમાતો હોવાની બાતમીના આધારે સિટી એ પોલીસે રેઈડ દરમિયાન નયન હેમત ગોરી, દિલીપ વિસનદાસ ગજરા, રમેશ ગોવિંદ ભોજાણી, સાગર ભરત કનખરા, રાહુલ ભરત કનખરા તથા પાર્થ ઉર્ફે જાબલી જીતેન્દ્ર કટીરા નામના છ શખ્સોને ઝડપી લઇ રૂા.18,770 ની રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. તેમજ રેઈડ દરમિયાન પલ્લુ ચીકુવાળો, રામુ ટમેટો, કેતુ તથા દિપુ ઉર્ફે દિનો કપડાની દુકાનવાળો નામના ચાર શખ્સો નાશી જતાં તેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.