Monday, January 12, 2026
Homeસમાચારરાષ્ટ્રીયમણિપુરમાં નદીમાં ડૂબી જવાથી ચાર બાળકોના મોત

મણિપુરમાં નદીમાં ડૂબી જવાથી ચાર બાળકોના મોત

અત્રે પરિવાર સાથે રાહત શિબિરોમાં રહેતા ચાર બાળકો નદીમાં નહાવા ગયા ત્યારે ડૂબી જતા તેમનું મૃત્યુ નિપજયું હતું. મરનાર બાળકોમાં ત્રણ બાળકી અને એક બાળકનો સમાવેશ થાય છે. બધા બાળકોની વય 4 થી 9 વર્ષની છે. આ અંગે વધુમાં જાણવા મળતી વિગત મુજબ મણિપુરમાં જાતીય હિંસાના કારણે આ ડુબી ગયેલા બાળકોનો પરિવાર રાહત શિબિરમાં રહે છે. બપોરે બે વાગ્યે બાળકો નદીમાં ન્હાવા ગયા હતા. જયારે બાળકો લાંબા સમય પછી પાછા ન ફર્યા તો પરિવારે તેમની શોધખોળ કરી. પોલીસને પણ તેની જાણ કરાઈ બાદમાં આજે સવારે 6 વાગ્યે નદીમાં બાળકોના શબ મળ્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular