Saturday, September 14, 2024
Homeરાજ્યજામનગરએડવોકેટના હત્યારાઓને ઝડપી લેવા માટે સીટની રચના

એડવોકેટના હત્યારાઓને ઝડપી લેવા માટે સીટની રચના

શહેર ડીવાયએસપીના સુપરવીઝન હેઠળ ટીમ બનાવાઈ : પોલીસ અધિક્ષક દ્વારા રચના

- Advertisement -

જામનગર શહેરમાં બેડીમાં સપ્તાહ પહેલા રોજુ છોડવા જઈ રહેલા એડવોકેટને 15 જેટલા શખ્સોએ સશસ્ત્ર હુમલો કરી નિર્મમ હત્યા નિપજાવ્યાના બનાવમાં પોલીસ અધિક્ષકના નેજા હેઠળ સીટની રચના કરી હત્યારાઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતાં.

- Advertisement -

બનાવની વિગત મુજબ, જામનગર શહેરના બેડી વિસ્તારમાં એડવોકેટ હારુનભાઈ પલેજા ગત તા.13 ના સાંજના સમયે વાછાણી ઓઇલ મીલ નજીકથી પસાર થઈ રહ્યા હતાં તે દરમિયાન બસીર જુસબ સાયચા, ઈમરાન નુરમામદ સાયચા, રમઝાન સલીમ સાયચા, સીકંદર નુરમામદ સાયચા, રીઝવાન ઉર્ફે ભુરો અસગર સાયચા, જાબીર મહેબુબ સાયચા, દિલાવર હુશેન કકલ, સુલેમાન હુશેન કકલ, ગુલામ જુસબ સાયચા, એઝાજ ઉમર સાયચા, અસગર જુસબ સાયચા, મહેબુબ જુસબ સાયચા, રજાક ઉર્ફે સોપારી, ઉમર ઓસમાણ ચમડિયા અને શબીર ઓસમાણ ચમડિયા સહિતના 15 શખ્સોઓ સશસ્ત્ર જીવલેણ હુમલો કરતા એડવોકેટ લોહીલુહાણ હાલતમાં ઢળી પડયા હતાં. હુમલાખોરો પલાયન થઈ ગયા હતાં. ત્યારબાદ એડવોકેટને સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. પરંતુ એડવોકેટને સારવાર મળે તે પહેલાં જ મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કરતાં બનાવ હત્યામાં પલ્ટાયો હતો.

એડવોકેટની સરાજાહેર કરાયેલી નિર્મમ હત્યાના પડઘા સમગ્ર રાજ્યમાં પડયા હતાં. આ હત્યારાઓને ઝડપી લેવા માટે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ દ્વારા સ્પેશિયલ ઈન્વેસ્ટીગેશન ટીમ (સીટ) ની રચના કરવામાં આવી હતી. આ ટીમમાં શહેર ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા (સુપરવીઝન), સીટી એ પીઆઈ નિકુંજ ચાવડા (તપાસનિશ અધિકારી), એલસીબી પીએસઆઈ આર.કે.કરમટા અને છ થી સાત પોલીસ કર્મચારીઓની નિમણૂંક કરવામાં આવી છે. આ ટીમ દ્વારા તાત્કાલિક ધોરણે તપાસ હાથ ધરી રિપોર્ટ ઉચ્ચ કક્ષાએ મોકલવામાં આવશે. પોલીસે હત્યારાઓને ઝડપી લેવા માટે અનેક શકમંદોની પૂછપરછ હાથ ધરી હતી જો કે હજુ સુધી પોલીસને જોઇએ તેવી સફળતા મળી નથી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular