જામનગર શહેર નજીક આવેલ દિગ્વિજય ગ્રામ સિક્કા મુકામે લોહાણા સમાજની વિવિધ પ્રવૃત્તિ ને વેગ આપવા અને સમાજ ઉત્કર્ષના કાર્યો સારી રીતે થઈ શકે તેવા હેતુ સાથે સિક્કા લોહાણા સમાજ દ્વારા લોહાણા મહાજનની નવી કમિટીની રચના કરવામાં આવી હતી.
નવી કમિટીની રચના માટે તા.15ના રોજ જલારામ મંદિર સિક્કા ખાતે લોહાણા સમાજના અગ્રણીઓની મીટીંગ બોલાવવામાં આવી હતી તેમાં પરિવારના મોભીઓ ઉપસ્થિત રહ્યા હતા આ મિટિંગમાં સમાજની વિવિધ પ્રવૃત્તિઓને વેગ આપવા માટેની ચર્ચા કરવામાં આવી હતી. ત્યારબાદ સમાજના ઉત્કર્ષના કર્યો વધુ સારી રીતે થઇ શકે તેવા હેતુ માટે નવી કમિટીની રચના કરવામાં આવી હતી. જેમાં સિક્કા લોહાણા સમાજના પ્રમુખ તરીકે જાણીતા યુવા ઉદ્યોગપતિ કૈલાશભાઈ બદીયાણી(હર્ષ પોલીપેક કંપની) તેમજ ઉપપ્રમુખ તરીકે કિરણભાઈ જવાણી, સેક્રેટરી તરીકે અભિષેક મજીઠીયા, જોઇન્ટ સેક્રેટરી તરીકે યોગેશભાઈ વિઠલાણી, ખજાનચી તરીકે જયેશભાઈ બદીયાણી, સંગઠન મંત્રી તરીકે અનિલભાઈ માણેકની નિમણૂંક સર્વાનુમતે કરવામાં આવેલ હતી. તેમજ સમગ્ર ટીમને બળ પૂરું પાડવા માટે કારોબારી સમિતિની પણ સ્થાપના કરવામાં આવેલ છે જેમાં કારોબારી સભ્ય તરીકે રાજુભાઈ રાયઠઠા, કમલેશભાઈ સોનછાત્રા, હિતેશભાઈ જવાણી, સુનિલભાઈ કુંડલીયા, દિનેશભાઈ લાધાણી, પંકજભાઈ કુંડલીયા, કેતનભાઇ કુંડલીયા, અલ્પેશભાઈ સોમૈયા, હિતેશભાઈ સિંગાળા, કમલ કુંડલીયા, ભાવેશભાઈ સોમૈયા, નરેન્દ્રભાઈ લાધાણી, જીતેશભાઈ જવાણી, અનિલભાઈ લખાણીની નિમણૂક કરવામાં આવી છે. આ મિટિંગમાં લોહાણા સમાજના વડીલો યુવાનો તથા બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
આ મીટીંગમાં ઉપસ્થિત થયેલા વીરદાદા જય રાજ રઘુવંશી યુવા ફાઉન્ડેશન જામનગરના પ્રમુખ ભરતભાઇ કાનાબાર એ સમાજના સંગઠન અને શૈક્ષણિક તથા આરોગ્ય હેતુ માટે વધુ મહેનત કરવા અંગે સંગઠિત થવા સમાજના લોકોને અપીલ કરી પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું તેમજ નવા વરાયેલા પ્રમુખ કૈલાશભાઈ બદીયાણી એ સમાજના ઉત્કર્ષ માટે તન મન ધન ની સેવા આપવા તત્પરતા દાખવી હતી અને ઉપસ્થિત સર્વે જ્ઞાતિજનોના આભાર વ્યક્ત કરેલ હતો સમગ્ર કાર્યક્રમનું સંચાલન ભારતીબેન મજીઠીયાએ કર્યું હતું.