જામનગર જિલ્લા જેલમાં આજે વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત જેલ પરિસરમાં 1000 જેટલાં વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું.
જેલના એડિશનલ ડીજી રાવના માર્ગદર્શન મુજબ જામનગર જિલ્લા જેલ સુપ્રિ. પી.એચ. જાડેજાની આગેવાની હેઠળ જેલ સ્ટાફ ઉપરાંત સ્માઇલી ફાઉન્ડેશન, બૌધ્ધીસત્વ ફાઉન્ડેશન, જામનગર ફોટોગ્રાફર એસો. સહિતની સંસ્થાઓના સહયોગથી વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. તેમજ પર્યાવરણની જાળવણી માટે લોકોમાં વૃક્ષો પ્રત્યે જાગૃતતા કેળવવા માટે વૃક્ષોથી થતાં ફાયદાઓ લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.