જામનગર શહેર અને જિલ્લામાં જુદાં-જુદાં વિસ્તારોમાં પોલીસ દ્વારા સમયાંતરે ફુટ પેટ્રોલિંગ અને ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સુચનાથી જામનગર શહેરના સિટી બી ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારના રામેશ્વરનગર, ગાંધીનગર, પુનીતનગર, મચ્છરનગર સહિતના વિસ્તારોમાં પોલીસ ઈન્સ્પેકટર પી પી ઝા ના નેજા હેઠળ પીએસઆઈ એમ.વી. મોઢવાડિયા તથા સ્ટાફે સોમવારની રાત્રિના સમયે ફુટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. આ ફુટ પેટ્રોલિંગની સાથે સાથે વાહનોનું ચેકિંગ પણ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં વાહનોના દસ્તાવેજો, સીટ બેલ્ટ, પીયુસી, લાયસન્સ સહિતના કાગળોની તપાસણી હાથ ધરવામાં આવી હતી. શહેર અને જિલ્લામાં સમયાંતરે પોલીસ વિભાગ દ્વારા ચેકિંગ કાર્યવાહી કરવામાં આવી રહી છે.


