જામનગર જિલ્લાના મેઘપર ગામમાં શુક્રવારે સવારે ઇડા, ભુરજી અને ભાત ખાધા બાદ પાંચ શ્રમિકોને ફુડ પોઇઝનિંગ થવાથી સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જયાં એક શ્રમિકનું મોત નિપજયું હતું.
આ અંગેની વિગત મુજબ જામનગર જિલ્લાના મેઘપર ગામમાં શુક્રવારે સવારના સમયે પરપ્રાંતિય શ્રમિકો દ્વારા ઇંડાભુરજી અને ભાત ખાધા બાદ નારયણ રાજકિશોર શાહુ (ઉ.વ.22), સુનિલકુમાર ધરણીધર શાહુ (ઉ.વ.29), પ્રદિપકુમાર પ્રતિતકુમાર (ઉ.વ.21), સંતોષકુમાર રાજકિશોર શાહુ (ઉ.વ.30) અને દિપુ ભગવાનજી શાહુ સહિતના પાંચ શ્રમિકોને વિપરીત અસર થવાથી તબિયત લથડતાં સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં ખસેડવામા આવ્યા હતા. જયાં દિપુ ભગવાનભાઇ સાહુ નામના યુવાનની સારવાર કારગત નિવડે તે પૂર્વે મોત નિપજયાનું તબીબોએ જાહેર કર્યુ હતું. જો કે, અન્ય ચાર શ્રમિકોને સારવાર આપવામાં આવી રહી હતી. આ બનાવની જાણ થતાં મેઘપર પોલીસે હોસ્પિટલ પહોંચી જઇ મૃતહેદનો કબજો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.