ખંભાળિયાના જાણીતા સેવાભાવી યુવાન અને ચુસ્ત ગૌભક્ત રમેશભાઈ દાવડાના પત્ની બાદ ટૂંકા સમય ગાળામાં તેમના પુત્રીના પણ ગઈકાલે થયેલા અવસાને ભારે શોકની લાગણી પ્રસરાવી છે.
ખંભાળિયાના રહીશ અને ગૌસેવા માટે પોતાની જિંદગી સમર્પિત કરી ચૂકેલા રમેશભાઈ હરિદાસભાઈ દાવડા (ભોગાતવારા)ના પત્ની પુષ્પાબેન (ઉ.વ. 55) ગત તારીખ 4 ના રોજ બીમારી સબબ અવસાન પામ્યા હતા. આ પરિવાર પર આવી પડેલી આ આફતનું દુ:ખ ઓછું થયું ન હતું, ત્યાં ગઇકાલે શુક્રવારે રમેશભાઈ દાવડાની 21 વર્ષિય અપરિણીત પુત્રી વૈશાલીબેને પણ અંતિમ શ્વાસ ખેંચતા હતા.
માત્ર દસેક દિવસના ટૂંકા સમયગાળામાં અહીંના રઘુવંશી સેવાભાવી પરિવારના માતા-પુત્રીના એક સાથે થયેલા અવસાનના આ બનાવે શહેરભરમાં ભારે શોક સાથે અરેરાટી પ્રસરાવી છે.
માતાના અવસાનના પગલે પુત્રીની પણ અનંતની વાટ
ખંભાળિયાનો કરૂણ બનાવ: જાણીતા ગૌસેવક રમેશભાઈના પત્ની બાદ પુત્રીનું પણ અવસાન