જામનગર મહાનગરપાલિકા દ્વારા જામનગર શહેરમાં વિવિધ વિસ્તારોમાં ઘાસચારા જપ્તીની ડ્રાઈવ યોજી હતી. જેમાં 10 વાહનોમાંથી 10 હજાર કિલો જેટલો ઘાસચારો જપ્ત કરવામાં આવ્યો હતો.

જામનગર મહાનગરપાલિકા તંત્ર દ્વારા જામનગર શહેરમાં કેટલ પોલીસીની અમલવારી કરાવવા કાર્યવાહી હાથ ધરી છે. જેને લઇ જામનગર શહેરમાં પશુપાલકોની મુલાકાત કરી તેમના પશુઓને રસ્તે રઝળતા ન છોડવા તાકીદ કરી ચેતવણી આપી હતી. ત્યારબાદ જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા જામનગર શહેરના વિવિધ વિસ્તારોમાં ઘાસચારા જપ્ત કરવા અંગેની ડ્રાઈવ યોજી હતી. જે અંતર્ગત વિવિધ વિસ્તારોમાંથી 10 વાહનોમાં 10 હજાર કિલોગ્રામ જેટલો ઘાસચારો જપ્ત કરવામાં આવ્યો હતો અને આ તમામ વાહનોને જામનગર મહાનગરપાલિકા એસ્ટેટ શાખા ખાતે જપ્ત કરેલા વાહનો રાખવામાં આવ્યા હતાં.