જામનગરમાં 200 કરોડના ખર્ચે નિર્માણ પામનારો ફલાયઓવર જમીન પર આકાર પામવા લાગ્યો છે. ગત જુલાઇમાં પ્રારંભ થયેલાં ફલાયઓવરના કામના એક વર્ષમાં ફાઉન્ડેશનનું 30 ટકા જેટલું કામ પૂર્ણ થયું છે. જયારે બાકીનું કામ આગામી દોઢ વર્ષમાં પૂર્ણ થઇ જતાં જામનગર શહેરને પ્રથમ ફલાયઓવર મળશે. હાલમાં ફલાયઓવરની કામગીરી તેના નિર્ધારિત સમય પત્રક મુજબ જ ચાલી રહી હોવાનું સીટી ઇજનેર ભાવેશ જાનીએ જણાવ્યું હતું. આ ફલાયઓવર સાત રસ્તા સર્કલથી સુભાષબ્રીજ સુધી નિર્માણ પામશે. કોઇપણ અવરોધ વગર વાહનો પસાર થતાં અંબર ચોકડી અને ગુરૂદ્વાર ચોકડી ટ્રાફિક જંકશન પરનો ટ્રાફિક હળવો થશે.