Saturday, July 27, 2024
Homeરાજ્યજામનગરજામનગર જિલ્લામાં ત્રણ સ્થળોએ જૂગારદરોડામાં પાંચ શખ્સ ઝબ્બે

જામનગર જિલ્લામાં ત્રણ સ્થળોએ જૂગારદરોડામાં પાંચ શખ્સ ઝબ્બે

ગુલાબનગરમાં એકી બેકીનો જૂગાર રમતા બે શખ્સ ઝડપાયા : પટણીવાડમાંથી બે વર્લીબાજ ઝબ્બે : આરબલુસમાંથી વર્લીના આંકડા લખતો શખ્સ ઝડપાયો

- Advertisement -

જામનગર શહેરના ગુલાબનગર પાસેના નારાયણનગરમાંથી ચલણી નોટો પર એકીબેકીનો જૂગાર રમતા બે શખ્સોને રૂા.2300 ની રોકડ રકમ સાથે પોલીસે ઝડપી લીધા હતાં. જામનગરમાં કાલાવડ નાકા બહાર વર્લીમટકાના આંકડા લખતા બે શખ્સોને સિટી એ ડીવીઝન પોલીસે રૂા.2530 ની રોકડ રકમ સાથે ઝડપી લીધા હતાં. લાલપુર તાલુકાના આરબલુસ ગામમાંથી વર્લીના આંકડા લખતા એક શખ્સને પોલીસે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

જૂગાર દરોડાની વિગત મુજબ, પ્રથમ દરોડો જામનગર શહેરના ગુલાબનગર પાસેના નારાયણનગર વિસ્તારમાં જાહેરમાં ચલણી નોટો પર એકીબેકીના આંકડા બોલી પૈસાની હારજીતમાં જૂગાર રમતા હોવાની બાતમીના આધારે સિટી એ ડીવીઝન પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન જીતેન્દ્ર રામચંદ્ર સંધી, અર્જુન ગોવા ચાવડા નામના બે શખ્સોને રૂા.2300 ની રોકડ રકમ સાથે ઝડપી લીધા હતાં. બીજો દરોડો, જામનગર શહેરના કાલાવડનાકા બહાર આવેલા પટણીવાડમાં જાહેરમાં વર્લીમટકાના આંકડા લખી પૈસાની હારજીત કરતા અમીન મહમદ બ્લોચ, મહમદ સલીમ હેરજા નામના બે શખ્સોને સિટી એ ડીવીઝન પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન રૂા.2530 ની રોકડ રકમ અને વર્લીના આંકડા લખેલી સ્લીપ તથા બોલપેન સાથે ઝડપી લઇ બંને વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી. ત્રીજો દરોડો, લાલપુર તાલુકાના આરબલુસ ગામમાં જાહેરમાં વર્લીમટકાનો જૂગાર રમતા કમા દેવશી જેપાર નામના શખ્સને સ્થાનિક પોલીસે રૂા.280 ની રોકડ રકમ અને વર્લીના આંકડાની સ્લીપ સાથે ઝડપી લીધો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular