ખંભાળિયા તાલુકાના પીર લાખાસર ગામેથી સ્થાનિક પોલીસે ગંજીપતા વડે તીનપતિ નામનો જુગાર રમી રહેલા કારા મામદ દેથા, હનીફ અલી કાતિયાર અને હાજી ઈસ્માઈલ ભટ્ટી નામના ત્રણ શખ્સોને રૂપિયા 2,960 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.
દ્વારકામાં એક હોટલ પાસેથી પોલીસે હિતેશ વલ્લભદાસ મુછડીયા અને પરેશ નારણભાઈ નકુમ નામના બે શખ્સોને ચલણી નોટો ઉપર એકી બેકીનો જુગાર રમતા ઝડપી લઈ, કુલ રૂપિયા 10,290 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.