કલ્યાણપુર તાલુકાના ભાટીયા ગામે શંકરટેકરી વિસ્તારમાં સ્થાનિક પોલીસે જુગાર દરોડો પાડી, જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલા કનુ હમીરભાઇ થારુ, દેવા મેઘાભાઈ માતંગ, સોમા હરજીભાઈ માતંગ, માલુ મેઘાભાઇ માતંગ, બાબુ માલદેભાઈ પારીયા નામના પાંચ શખ્સોને ઝડપી લઈ મોબાઇલ સહિત કુલ રૂ.2,600 નો મુદ્દામાલ કબજે કર્યો છે.
આ જુગાર દરોડા દરમિયાન ગાગા ગામનો લાલા દેવાભાઈ માતંગ નામનો શખ્સ ફરાર થઈ ગયો હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. કલ્યાણપુર પોલીસે જુગારધારાની કલમ મુજબ ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે.