Saturday, December 21, 2024
Homeરાષ્ટ્રીયકેદારનાથમાં પહાડ સરકતા કારમાં દબાયેલા પાંચ લોકોના મોત

કેદારનાથમાં પહાડ સરકતા કારમાં દબાયેલા પાંચ લોકોના મોત

પાંચ પૈકી ત્રણ યાત્રિકો અમદાવાદના : કાટમાળની અંદર કાર ભયાનક રીતે ક્ષતિગ્રસ્ત હાલતમાં મળી આવી

- Advertisement -

ઉત્તરાખંડના કેદારનાથમાં ભૂસ્ખલનના કારણે પાંચ લોકોના મોત થયા છે જેમા ત્રણ અમદાવાદના છે. સ્થાનિક પોલીસને પહાડ પરથી ભૂસ્ખલનમાં દટાયેલી કાર મળી હતી જેમાં પાંચ લોકોના મૃતદેહ મળી આવ્યા હતા.

- Advertisement -

ઉત્તરાખંડના રુદ્રપ્રયાગમાં કેદારનાથ યાત્રાના માર્ગ પર ફરી એકવાર ભૂસ્ખલનની ઘટના બની હતી જેમાં પાંચ લોકોના મોત થયા હતા. આ પાંચ લોકોમાં ત્રણ ગુજરાતના અમદાવાદના વતની હતી જ્યારે એક હરિદ્વાર તેમજ અન્ચ એકની ઓળખ થઈ ન હતી. કાટમાળની અંદર કાર ભયાનક રીતે ક્ષતિગ્રસ્ત હાલતમાં મળી આવી હતી. આ ભૂસ્ખલનની ઘટના ફાટા વિસ્તારના તરસાલીમાં બની હતી.

આ ઘટના અંગે રુદ્રપ્રયાગ જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન અધિકારી નંદન સિંહ રાજવારે જણાવ્યું હતું કે જ્યારે બચાવ કામગીરી ફરી શરૂ કરવામાં આવી ત્યારે ભૂસ્ખલનના કાટમાળમાંથી એક ક્ષતિગ્રસ્ત કાર મળી હતી જેમાં પાંચ લોકોના મૃતદેહોના ખંડિત અવશેષો બહાર કાઢવામાં આવ્યા હતા. વધુમાં તેમણે કહ્યું કે મૃતકોની ઓળખ ગુજરાતના જીગર આર મોદી, મહેશ દેસાઈ, પરીખ દિવ્યાંશ જ્યારે એક હરિદ્વારના રહેવાસી મિન્ટુ કુમાર તેમજ અન્ય એકની મનીષ કુમાર તરીકે ઓળખ થઈ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular