Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયપાંચ લાખ લોકોએ કર્યા રામલલ્લાના મુખાવિઁદના દર્શન

પાંચ લાખ લોકોએ કર્યા રામલલ્લાના મુખાવિઁદના દર્શન

- Advertisement -

22 જાન્યુઆરીએ રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા બાદ રામનગરીમાં આસ્થાનો પૂર જોવા મળી રહ્યો છે. પ્રાણ પ્રતિષ્ઠા બાદ પ્રથમ દિવસે પાંચ લાખથી વધુ ભક્તો રામ મંદિર પહોંચ્યા હતા અને ભગવાન રામના દર્શન કર્યા હતા.

- Advertisement -

રામ ભક્તોની અણધારી ભીડે સરકારને ચિંતિત કરી દીધી અને ભીડ નિયંત્રણ વ્યવસ્થાની સમીક્ષા કરવા માટે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અયોધ્યા પહોંચવું પડ્યું. તેમણે હવાઈ સર્વે કરીને વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું અને અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી.

આજે (બુધવાર) સવારથી જ ફરી એકવાર રામ મંદિરમાં દર્શન માટે લોકોની ભારે ભીડ આવવા લાગી હતી. હનુમાન ગઢી મંદિરની બહાર પોલીસ બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો છે. આઈજી રેન્જ અયોધ્યા પ્રવીણ કુમારે લોકોની ભીડને અપીલ કરી હતી કે અમે વ્યવસ્થા કરી રહ્યા છીએ, લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. અમે વૃદ્ધો અને દિવ્યાંગોને અપીલ કરીએ છીએ કે તેઓ બે અઠવાડિયા પછી તેમની યાત્રાનો શિડ્યુલ ગોઠવે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular