આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત નહેરુ યુવા કેન્દ્ર જામનગર દ્વારા આજરોજ સપ્ટેમ્બરના રોજ ફીટ ઇન્ડીયા ફ્રીડમ રન કાર્યક્રમનું આયોજન કરવામાં આવનાર છે.
જેમાં ગવર્મેન્ટ કોમર્સ કોલેજ ડી.કે.વી. કેમ્પસ ખાતેથી 7:30 કલાકે ફ્રીડમ રનનો પ્રારંભ કરવામાં આવશે. જે પાર્ક કોલોની રોડ, જોગસ પાર્ક રોડ, કલેકટર ઓફિસ શરૂ સેકશન રોડ, આશાપુરા હોટલ, સત્યસાંઇ સ્કુલ, જોગર્સ પાર્ક થઈને ડી.કે.વી. કોલેજ ખાતે સમાપ્ત થશે તેમ જિલ્લા યુવા અધિકારી નહેરુ યુવા કેન્દ્ર જામનગરની યાદી દ્વારા જણાવ્યું છે.