Monday, December 23, 2024
Homeરાજ્યગુજરાતરાજયમાં ફર્સ્ટ ટાઈમ વોટર્સની સંખ્યા 16 ટકા ઘટી

રાજયમાં ફર્સ્ટ ટાઈમ વોટર્સની સંખ્યા 16 ટકા ઘટી

- Advertisement -

દેશમાં ચૂંટણીપંચ દ્વારા ચાર વર્ષમાં ચાર વખત મતદાર યાદીમાં નામ ઉમેરવાના અભિયાનનો અમલ કરવામાં આવ્યો છે અને હવે ગુજરાતની ધારાસભા ચૂંટણીમાં તો એક મહત્વના નિર્ણયમાં જેઓ તા.1 ઓકટો. 2022ના પુર્વે 17 વર્ષની ઉમર મર્યાદા પુરી કરી દેશના મતદાર બનવા સક્ષમ હોય તેઓના નામ પણ મતદાર યાદીમાં જોડવામાં આવી રહ્યા છે અને વધુને વધુ યુવા વર્ગ જેઓ મતદાન કરવા માટેની યોગ્ય ઉમર ધરાવતા હોય અને જેના નામ મતદાર યાદીમાં સામેલ ન હોય તેને જોડવા માટે ખાસ અભિયાન પણ ચલાવાય છે તેમ છતાં પણ આ વર્ષ 2022માં ફર્સ્ટ ટાઈમ વોટર્સ જેઓ પ્રથમ વખત મતદાર બન્યા છે. તેઓની સંખ્યા છેલ્લા 10 વર્ષમાં સૌથી ઓછી રહેશે.

- Advertisement -

આ સંખ્યા 16% ઘટી છે. ચૂંટણી પંચનો ડેટા કહે છે કે ગુજરાતમાં 2012માં 18-19 વર્ષની ઉપરના 1.34 લાખ નવા નામ ઉમેરાયા હતા જે 2022માં 1.12 લાખ થયા છે અને જો વધુ આંકડા જોઈએ તો છેલ્લા પાંચ વર્ષ 2017-2022માં ફસ્ટ ટાઈમ વોટર્સ- નવા મતદાર નોંધણીમાં 9.6%નો ઘટાડો થયો છે. આ આંકડા અનેક રસપ્રદ માહિતી આપે છે. મતદાર યાદીમાં ફકત ફર્સ્ટ ટાઈમ વોટર્સની સંખ્યા કે નવી નોંધણીમાં ઘટાડો થયો છે. અન્ય તમામ ઉમર-જૂથમાં મતદાર વધ્યા છે. 18થી49 વર્ષની વયના મતદારની સંખ્યા 2.82 કરોડમાંથી વધીને 3.26 કરોડ થઈ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular