Saturday, October 12, 2024
Homeરાષ્ટ્રીય2000થી વધુના UPIના પ્રથમ દરેક વ્યવહારમાં ડીલે સિસ્ટમ આવશે

2000થી વધુના UPIના પ્રથમ દરેક વ્યવહારમાં ડીલે સિસ્ટમ આવશે

- Advertisement -

દેશમાં વધતા ડીજીટલ વ્યવહારો તથા બેન્કીંગ સહિતની નાણાકીય સેવાઓ તથા ઈ-કોમર્સ સહિતના સોશ્યલ પ્લેટફોર્મમાં પણ ડીજીટલ વ્યવહારો વધતા તેમાં વધી રહેલા ફ્રોડ ડામવા નાણામંત્રાલયના નેજા હેઠળ ડીજીટલ વ્યવહારો સાથે જોડાયેલા વિભાગો તથા આ પ્રકારની સેવા આપતા ખાનગી ક્ષેત્રના એપ્લીકેશનની એક બેઠકમાં આ પ્રકારના ફ્રોડને ડામવા તથા સાયબર સિકયોરીટી વધારવા પગલા લેવાનો નિર્ણય કરાયો હતો.

- Advertisement -

ફાયનાન્સીયલ સર્વિસ સેક્રેટરી વિવેક જોષીના અધ્યક્ષસ્થાને થયેલી આ બેઠકમાં નાણા, મહેસુલ, આઈટી સહિતના સરકારી વિભાગોના સેક્રેટરી ઉપરાંત ટેલીકોમ રેગ્યુલેટરી ઓફ ઈન્ડીયા (ટ્રાઈ)ના ચેરપર્સન આધાર સેવાનું સંચાલન કરતા યુનિક આઈડેન્ટીફીકેશન ઓથોરીટી ઓફ ઈન્ડીયાના ચેરમેન નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડીયાના વડા તરફથી બેન્કોના પ્રતિનિધિએ અને ગુગલ સહિતની યુપીઆઈ સેવા આપતી કંપનીઓના પ્રતિનિધિઓ પણ હાજર હતા. આ બેઠકમાં હવે યુપીઆઈ ટ્રાન્સફરમાં પણ પ્રથમ વખતના વ્યવહારમાં 4 કલાકનો વિલંબનો સમય લાગું કરવા નિર્ણય લેવાયો હતો.

આ બેઠકમાં નિશ્ચિત થયા મુજબ બે વ્યક્તિઓ વચ્ચેના પ્રથમ વખતના યુપીઆઈ ટ્રાન્સફર જે રૂા.2000થી વધુની હશે તેમાં ચાર કલાકના ડીલે (ગેપ) રાખવા નિર્ણય લેવાયો હતો. આ પ્રકારના ડીલે- ટ્રાન્ઝેકશન ઈમીજીએટ પેમેન્ટ સર્વિસ (આઈએમપીએસ) રીયલ ગ્રોસ સેટલમેન્ટ (આરટીજીએસ) અને યુનીફાઈડ પેમેન્ટ સીસ્ટમને પણ (યુપીઆઈ) લાગુ થશે. હાલ કેટલીક બેન્કો આરટીજીએમ સહિતની સેવામાં પ્રથમ વખતના ખાતેદારને ડીલે પેમેન્ટ સીસ્ટમ લાગુ છે.

- Advertisement -

હાલ યુપીઆઈ સેવામાં જયારે યુઝર્સ નવું ખાતુ ખોલાવે તો પ્રથમ 24 કલાકમાં તે રૂા.5000 સુધીના જ પેમેન્ટ કરી શકે છે તો નેશનલ ઈલેકટ્રોનીક ફંડ ટ્રાન્સફર (એનઈએફટી)માં તેમાં પ્રથમ 24 કલાકમાં વધુમાં વધુ રૂા.50000 ટ્રાન્સફર કરી શકાય છે. આ રીતે યુપીઆઈમાં જેમની સાથે અગાઉ કદી વ્યવહાર થયા નથી તેને રૂા.2000થી વધુના પેમેન્ટમાં દરેક સમયે 24 કલાકની મર્યાદા લાગુ થશે.

બેન્કોમાં ડીજીટલ પેમેન્ટ કેટેગરીમાં સૌથી વધુ ફ્રોડ થાય છે. 2022/23ના રીપોર્ટ મુજબ 13530 કેસમાં રૂા.30252 કરોડના ફ્રોડ થયા તેમાં 49% ડીજીટલ પેમેન્ટ-કાર્ડ- નેટ આધારીત પેમેન્ટ મારફત થયા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular