જામનગરમાં શરૂસેકશન રોડ પાસે આવેલા સરલાબેન આવાસ યોજનાના રહેણાંક ફલેટમાં અકસ્માતે આગ લાગતાં ફાયર બ્રિગેડે ઘટના સ્થળે દોડી જઇ આગને કાબુમાં લીધી હતી. આવાસના બ્લોક નં. એ-5ના ફલેટ નં. 904માં રહેતાં યુવાનના બેડરૂમમાં ગઇકાલે અકસ્માતે આગ લાગી હતી. આગનું કોઇ ચોક્કસ કારણ બહાર આવ્યું નથી. ઘટના સમયે ફલેટમાં રહેતો યુવાન બહાર હોવાથી કોઇ ગંભીર દુર્ઘટના સજાઇ નથી.