આ વર્ષની ગરમીએ જાણે રેકોર્ડ તોડયો છે આ વર્ષે ઉનાળાની ઋતુમાં ખૂબ ગરમી પડી રહી છે. તે ગુજરાત હોય કે ઉત્તરપ્રદેશ કે મધ્યપ્રદેશ. આ વર્ષની ગરમી એ હાહાકાર મચાવી દીધો છે. ત્યારે આવી સડસડતી ગરમીમાં ઇલેકટ્રોનિક સાધનોમાં પણ ગરમીના કારણે બ્લાસ્ટ થઈને આગ લાગવાના કિસ્સાઓ પણ સામે આવી રહ્યા છે. ત્યારે માનવ શરીરની શું હાલત થતી હશે.
#WATCH | Uttar Pradesh: Fire broke out at Lotus Boulevard Society in Noida’s Sector 100.
(Video Source: Local resident) pic.twitter.com/d3tU4Y4hHx
— ANI (@ANI) May 30, 2024
દેશ આખામાં ભિષણ ગરમી પડી રહી છે. ત્યારે દિલ્હી એનસીઆરમાં રોજ તાપમાન રેકોર્ડ તોડી રહ્યો છે. ત્યારે નોઇડામાં એસીમાં બ્લાસ્ટ થઈને આગ લાગવાની ઘટના સામે આવી હતી. તો વળી ગાઝીયાબાદમાં ફલેટની બાલ્કનીમાં રાખેલા વોશિંગ મશીનમાં આગ લાગી હતી. અધિકારીઓના જણાવ્યા મુજબ, સેકટર 100માં આવેલા લોટસ બુલેગાર્ડ સો.માં એક ફલેટમાં એસીમાં બ્લાસ્ટની ઘટના બની હતી. ફાયર વિભાગને તુરંત જાણ કરાતા તેણે પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવી લીધો હતો. અને આગ ફલેટના રૂમ સુધી જ સીમિત રહી રહી છે. જેથી કોઇને જાનહાની થઈ ન હતી. તો વળી ગાઝિયાબાદના રાજનગરમા: બાલ્કનીમાં રાખેલા વોશિંગ મશીનમાં ગરમીના કારણે અચાનક આગ લાગવાનો વીડિયો પણ સામે આવ્યો હતો. સમગ્ર વિશ્ર્વમાં વાતાવરણ બદલાઈ રહ્યું છે અને ગરમીનો પ્રકોપ દિવસને દિવસે વધી રહ્યો છે ત્યારે તે દિવસને દિવસે માનવ શરીરને દઝાડે છે.
એસીને લઈને આ બાબતોનું ધ્યાન રાખો
• એસી ઈન્સ્ટોલ કરતી વખતે, તેની પાવર ક્ષમતા અને તમારા ઘર અથવા ઓફિસનો પાવર લોડ તપાસો.
• સ્ટેબિલાઇઝર વગર એસી ના ચલાવો.
• ઉનાળાની શરૂઆતમાં એસી સર્વિસ કરાવો.
• જો AC કોઈ અવાજ કરે અથવા સ્પાર્ક કરે તો તરત જ તેની તપાસ કરાવો.
• એસીની નજીક પડદા વગેરે ન મુકો.
• એસી સતત ન ચલાવો.
• એસીને 3-4 કલાક ચલાવ્યા પછી થોડી વાર માટે તેને બંધ કરો.