જામનગરમાં સાત રસ્તા પાસે આવેલી પ્રભુલાલ સંઘરાજ શાહના બંધ રહેલા બાલ મંદિરમાં એકાએક આગ લાગ્યાની જાણ થતા જામનગર ફાયર ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને સ્થળ પર પહોંચી આગને કાબુમાં લીધી હતી. પરંતુ, આ પહેલાં બંધ કલાસરૂમમાં રહેલા ખુરશી, ટેબલ સહિતના સામાનમાં આગને કારણે નુકસાન થયું હતું.