જામનગરના ટોયોટા શો રૂમની સામે આવેલા ક્વિન્સ રેસ્ટોરન્ટમાં ગઇકાલે એકાએક આગ લાગતાં ફાયરને જાણ કરવામાં આવી હતી. ફાયર ફાઇટરોએ ઘટના સ્થળે પહોંચી ફાયર ફાઇટીંગની કામગીરી હાથ ધરી આગને કાબૂમાં લીધી હતી.
આ અંગે મળતી વિગત જીઆરડીમાં ફરજ બજાવતા કર્મચારી હિતેશભાઇ સોનગરા ગઇકાલે પોતાની ફરજ પૂરી કરીને જતા હતા ત્યારે ટોયોટા શો રૂમ સામે આવેલા ક્વિન્સ રેસ્ટોરન્ટમાં આગ લાગ્યાનું નજરે ચઢતાં તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરી હતી. ફાયર ટીમે જાણના આધારે તાત્કાલિક એક ફાયર ફાઇટર વાહન સાથે ઘટના સ્થળે પહોંચી જઇ ફાયર ફાઇટીંગ કાર્ય હાથ ધર્યું હતું. ફાયર ફાઇટીંગ કામ સમયસર હાથ ધરાતા આગ વધુ વકરતા અટકી હતી. રેસ્ટોરન્ટમાં લાગેલી આગથી 6 એરક્ન્ડીશન્ડ રૂમ તથા સ્ટોર રૂમમાં વધુ નુકશાન થવા પામ્યું હતું. આ ઉપરાંત ફાયર ટીમે 6 ગેસ સિલિન્ડર સલામત રીતે બાહર કાઢયા હતા. આગને સંપૂર્ણપણે કાબૂમાં લેવામાં આવી હતી. ક્વિન્સ રેસ્ટોરન્ટના માલિક રોનકભાઇના જણાવ્યા મુજબ આ આગમાં ભારે નુકશાની થવા પામેલ છે. પરંતુ આગથી થયેલ નુકશાનીનો ચોકકસ આંકડો મળેલ નથી.
View this post on Instagram


