જામનગરમાં વ્હોરાના હજીરા પાસે નાગેશ્વર કોલોનીમાં સફૂદ્દીનભાઇ બાલંભા ત્રિવેદીના આઇસ્ક્રીમ બનાવવાના કારખાનામાં એલપીજી ગેસ સિલિન્ડર લીક થતાં આગ ભભૂકી ઉઠી હતી. આગને પરિણામે કારખાનાનું ઇલેકટ્રીક વાયરીંગ અને મશીનરી બળી ગઇ હતી. આ ઘટનાની જાણ થતાં જામનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઇ હતી અને પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. સદનસિબે કોઇ જાનહાની થઇ ન હતી. ફાયર વિભાગના ભરતભાઇ ગોહેલ, બ્રિજરાજસિંહ ચુડાસમા, અશ્વિન રાઠોડ તથા અજય પાંડયન સહિતના સ્ટાફે આગને કાબુમાં લઇ મોટી દુર્ઘટના થતાં અટકાવી હતી.