જામનગર શહેરમાં ખંભાળિયા નાકા પાસે આવેલી ખીજડા મંદિર સામેની બારદાન ગલીમાં આવેલી ભંગારની દુકાનમાં એકાએક આગ લાગી હતી. આગ લાગ્યાની જાણ માલિક પારસભાઈ નંદા દ્વારા કરવામાં આવતા ફાયર ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી જઇ આગને કાબુમાં લીધી હતી તેમજ આગમાં પાર્ક થયેલી કારમાં પણ નુકસાન થયું હતું. જો કે, સદનસીબે કોઇ જાનહાની થઈ ન હતી.