Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરકોઇપણ રેલવે સ્ટેશનથી ‘0’ નંબરથી એફઆઇઆર નોંધાવી શકાશે

કોઇપણ રેલવે સ્ટેશનથી ‘0’ નંબરથી એફઆઇઆર નોંધાવી શકાશે

રેલવેમાં સલામતિ સહિતની સુવિધાઓ અને વ્યવસ્થાઓ અંગે ભારત સરકારે લીધેલા પગલાઓ અંગે સાંસદ પૂનમબેન માડમના લોકસભામાં પશ્નો

રેલવે ક્ષેત્રે સલામતી સહીતની સુવિધાઓ અને વ્યવસ્થાઓ અંગે સરકાર દ્વારા લેવાયેલ પરીક્ષા અંગે હાલારના સાંસદ પૂનમેબન માડમે લોકસભામાં પ્રશ્નો કર્યા હતાં.

- Advertisement -

12-જામનગર લોકસભા વિસ્તારના સાંસદ અને લોકોના પ્રશ્ને હંમેશા જાગૃત રહેતા સંસદસભ્ય પૂનબેન માડમએ રેલવે ક્ષેત્રે સલામતી સહીતની સુવિધાઓ અને વ્યવસ્થાઓ અંગે ભારત સરકારે લીધેલા પગલાંઓની બાબતે સંસદમાં પ્રશ્નો પૂછયા હતાં તેમજ સાંસદ પૂનમબેન માડમએ વિશાળ નેટવર્ક ધરાવતા ભારતીય રેલવેની વધતી સુસજ્જતા અને સલામતી અંગે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી અને રેલવેમંત્રી અશ્વિની વૈષ્ણવનો અભાર વ્યક્ત કર્યો હતો. સાંસદ પૂનમબેન માડમના રેલવેને લગત જુદા જુદા પ્રશ્નો સંદર્ભે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવએ વિગતવાર પ્રત્યુત્તર સંસદમાં આપ્યા હતાં.

રેલવે મુસાફરી દરમિયાન ક્યાંય ફરિયાદ કે, ગુનો નોંધાવવાનો થાય ત્યારે લોકોને હાલાકી ન પડે તે માટે નવા ફોજદારી કાયદાઓ મુજબ જે તે રાજ્યોની રેલવે પોલીસ અને રેલવે પ્રોટેકશન ફોર્સ સંકલન સાધી રહી છે. જેથી આગામી દિવસોમાં રેલવે યાત્રા દરમિયાન કોઇપણ સ્ટેશનથી ‘0’ એફઆરઆઇ નોંધાવાઇ શકાશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular