રાજ્યમાં 5 ઓગસ્ટ સુધી સારા વરસાદની શક્યતાઓ નથી. હવામાન વિભાગે રાજ્યમાં છુટા છવાયા મધ્યમ વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે. રવિવારના રોજ 58 તાલુકામાં વરસાદ પૈકી માત્ર 3 જ તાલુકામાં અડધા ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો. ત્યારે સારો વરસાદ થાય તેની હજુ લોકોએ રાહ જોવી પડશે.
રાજ્યમાં અત્યાર સુધી સીઝનનો કુલ 35.48% વરસાદ થયો છે.હવામાન વિભાગની આગાહી અનુસાર આજે એટલે કે 2 ને 3 ઓગસ્ટે વરસાદનું જોર વધશે. અને 5 ઓગસ્ટ સુધી ઉત્તર,મધ્ય,દક્ષીણ ગુજરાતમાં સામાન્ય વરસાદ જયારે સૌરાષ્ટ્રમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
છેલ્લા એક સપ્તાહથી કાળાડીબાંગ વાદળો છે પરંતુ મેઘરાજાનું આગમન ન થતાં ખેડૂતો ચિંતામાં મુકાયા છે. હવામાન વિભાગના મતે આ સીઝનમાં અત્યાર સુધી દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ પડ્યો છે. જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં છે હજુ વરસાદની ઘટ છે.રાજ્યમાં ચોમાસાની સારી શરૂઆત થયા બાદ હવે મેઘરાજાએ વિરામ લીધો છે. ત્યારે આગામી 5દિવસ રાજ્યમાં ક્યાંય ધોધમાર વરસાદ નહી પડે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે.