દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ આજે છેવટે અદાલતમાં પેશ થયા હતા. શરાબ ગોટાળા પ્રકરણમાં હાજર થવાની અરજી કોર્ટે ફગાવી દીધા બાદ તેઓ વર્ચ્યુઅલી રીતે પેશ થયા હતા આ કેસમાં હવે 16 માર્ચે વધુ સુનાવણી થશે અને તે દિવસે રૂબરૂ હાજર થવાનું કેજરીવાલે અદાલતને જણાવ્યું હતું.
શરાબ ગોટાળામાં અનેક સમન્સ છતાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ હાજર ન થતા એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ દ્વારા કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. અદાલત દ્વારા કેજરીવાલને સમન્સ પાઠવવામાં આવ્યું હતું.
કેજરીવાલે હાજર રહેવામાંથી મુકિતની માંગ કરી હતી જે અદાલતે ફગાવી દેતા આજે તેઓ વિડીયો કોન્ફરન્સથી કોર્ટમાં પેશ થયા હતા. તેઓએ અદાલતને કહ્યું કે હવે પછીની મુદ્દતમાં તેઓ રૂબરૂ આવશે. આ કેસમાં વધુ સુનાવણી 16 માર્ચે નકકી કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, કેજરીવાલ હાજર થતા ન હોવાથી ઇડી દ્વારા કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. જે પછી અદાલતે કેજરીવાલને 17 ફેબ્રુઆરીએ હાજર થવાનો આદેશ કર્યો હતો.