Friday, December 6, 2024
Homeરાજ્યજામનગરજલારામ જયંતી નિમિત્તે લોકડાયરો અને મહાપ્રસાદની તૈયારીને આખરી ઓપ

જલારામ જયંતી નિમિત્તે લોકડાયરો અને મહાપ્રસાદની તૈયારીને આખરી ઓપ

- Advertisement -

224મી જલારામ જયંતીની ઉજવણી જામનગર સહિત રાજ્યમાં ધામધૂમપૂર્વક કરવામાં આવે છે. સંતશિરોમણી પ.પૂ. જલારામ બાપાની જન્મજયંતીની ઉજવણી જામનગરમાં શ્રી જલારામ જયંતી મહોત્સવ સમિતિ દ્વારા છેલ્લાં 24 વર્ષથી ઉજવવામાં આવે છે અને આ વર્ષે 25 વર્ષ થવાથી રજત જયંતી વર્ષ તરીકે ધામધૂમપૂર્વક ઉજવવામાં આવશે. આ ઉજવણી દરમિયાન જલારામ જયંતીની પૂર્વ સંધ્યાએ પ્રદર્શન મેદાન ખાતે આજે ઓસમાણ મીરના ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ જલારામ જયંતીના દિવસે રવિવારે ગૌમાતાને ઘાસ વિતરણ, થેલેસેમિયા પરીક્ષણ કેમ્પ, જલારામ વ્રત દ્વારા પ્રસાદ વિતરણ, સારસ્વત બ્રાહ્મણ જ્ઞાતિ સમૂહભોજન 80 વર્ષથી વધુ ઉંમરના રઘુવંશી વડીલોનું સન્માન તેમજ લોહાણા જ્ઞાતિ સમૂહ ભોજન યોજાશે. ઉપરાંત હાપા જલારામ મંદિર ખાતે સાંજે સાત કલાકે અને સાધના કોલોની જલારામ મંદિર ખાતે સાંજે 7 કલાકે મહાઆરતી અને પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં પધારવા શ્રી જલારામ જયંતી મહોત્સવ સમિતિના જીતુભાઇ લાલ, રમેશભાઇ દત્તાણી, ભરતભાઇ કાનાબાર, મનોજભાઇ અમલાણી, ભરતભાઇ મોદી, અનિલભાઇ ગોકાણી, રાજેશભાઇ કોટેચા, રાજુભાઇ હિંડોચા, રાજુભાઇ મારફતીયા, નિલેશભાઇ છત્રાલ, અતુલભાઇ પોપટ, મતિષભાઇ તન્ના, મધુભાઇ પાબારી સહિતના કાર્યકરો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular