ભાણવડ પંથકમાં સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ કરી ધાર્મિક સ્થાનકો ખડકી દેવાયા અંગેની સુપ્રિમ કોર્ટમાં થયેલી અરજી અન્વયે આ દબાણધારકોને 15 દિવસની અંદર સ્વખર્ચે દબાણ દૂર કરી જમીનનો કબ્જો સોંપી આપવા ભાણવડ મામલતદાર દ્વારા આખરી નોટિસ ફટકારવામાં આવી હતી.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સરકારી જમીનો ઉપર ખડકાયેલા દબાણો દૂર કરવા પોલીસ અને તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ દરમિયાન સુપ્રિમ કોર્ટના આદેશ મુજબ ભાણવડ મામલતદાર દ્વારા ભાણવડ પંથકમાં સરકારી જમીનો ઉપર ખડકાયેલા ધાર્મિક દબાણો દૂર કરવા માટે પંદર દિવસનો સમય આપતી આખરી નોટિસ દબાણકારોને ફટકારવામાં આવી છે. જેમાં દિવસ-15 ની અંદર જમીન ખાલી કરી કબ્જો સોંપી આપવા જણાવાયું છે. જો 1 માર્ચથી 15 દિવસની અંદર દબાણો દૂર કરવામાં નહીં આવે તો આ તમામ દબાણો તંત્ર દ્વારા તોડી પાડવામાં આવશે તેવી નોટિસ ફટકારવામાં આવી છે.


