Friday, December 5, 2025
Homeરાજ્યજામનગરજામનગરમાં પોલીસ તરીકેની ખોટી ઓળખ આપી યુવાનના ઘરમાં ઘૂસી હુમલો - VIDEO

જામનગરમાં પોલીસ તરીકેની ખોટી ઓળખ આપી યુવાનના ઘરમાં ઘૂસી હુમલો – VIDEO

પાડોશીના ઘરનો દરવાજો ખખડાવવાની બાબતે મામલો બિચકયો : વચ્ચે પડેલા ભાઇ તથા માતાને પણ માર માર્યો : પ્લાસ્ટીકના ધોકા વડે યુવાન ઉપર હુમલો : ચાર શખ્સો વિરૂઘ્ધ ગુનો નોંધી કાર્યવાહી

- Advertisement -

જામનગર શહેરના વામ્બે આવાસ રોડ પરના વિસ્તારમાં રહેતા યુવાનના ઘરે ત્રણ શખ્સોએ ગાડીમાં આવીને પોલીસ તરીકેની ખોટી ઓળખ આપી ઘરમાં ઘૂસી પ્લાસ્ટીકના ધોકા વડે માર મારી યુવાનના ભાઇ તથા માતાને પણ માર માર્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી.

આ બનાવની વિગત મુજબ જામનગર શહેરના વામ્બે આવાસ સામે મયુરનગર શેરી નંબર બેમાં રહેતા જયદેવ રાજેન્દ્રસિંહ જાડેજા (ઉ.વ.24) નામના યુવાનના ઘરની બાજુમાં બે દિવસ પહેલા ચોરી થવા અંગે પાડોશી રમેશભાઇને ત્યાં વાત કરી હતી. આ બાબતની રમેશભાઇના સગા અભીષેક ઉર્ફે અભય પંકજ જોશીને જાણ કરાતા અભિષેક તથા પરિક્ષીત પંકજ જોશી, આશિષ કાંતિલાલ જોશી નામના ત્રણ શખ્સોએ ગાડીમાં આવીને યુવાનના પાડોશીના ઘરનો દરવાજો ખખડાવતા હતા. જેથી જયદેવએ દરવાજો શું કામ ખખડાવો છો? તેમ જણાવતા ત્રણ શખ્સોએ જયદેવના ઘરમાં ઘૂસી પોલીસ તરીકેની ખોટી ઓળખ આપી પ્લાસ્ટીકના ધોકા વડે જયદેવ ઉપર હુમલો કર્યો હતો. તેમજ સુનિલ નામના શખ્સે પાછળથી ઘરમાં ઘૂસી ચારેય શખ્સોએ એકસંપ કરી જયદેવના ઘરની કાચની ટીપોઇ તેમજ ખુરશીમાં તોડફોડ કરી હતી.

- Advertisement -

દરમ્યાન યુવાન ઉપર હુમલો કરાતા જયદેવનો ભાઇ તથા તેમના માતા છોડાવવા વચ્ચે પડતા ત્રણેય શખ્સોએ આ બન્નેને પણ મુઢ માર મારી ઇજા પહોંચાડી હતી. હુમલાના બનાવ અંગેની જાણના આધારે પીએસઆઇ એમ. વી. દવે તથા સ્ટાફએ ચાર શખ્સો વિરૂઘ્ધ પોલીસ તરીકે ખોટી ઓળખ આપી ઘરમાં ઘુસી હુમલો કરી તોડફોડ કર્યા અંગેનો ગુનો નોંધી શોધખોળ આદરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular