જોડિયા તાલુકાના પીઠડ ગામની સીમમાં આવેલ ખેતરમાં મજૂરી કામ કરતા મહિલાએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા સારવાર દરમિયાન મહિલાનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું.
આ બનાવની વિગત મુજબ, જોડિયા તાલુકાના પીઠડ ગામની સીમમાં આવેલી રજનીભાઈ પટેલના ખેતરમાં મજૂરી કામ કરતા સેવનબાઇ કરણભાઈ મકવાણા (ઉ.વ.47) નામના આદિવાસી મહિલાનું ત્રણ મહિના પહેલાં એકસીડેન્ટ થયું હતું. જેમાં ડાબા પગમાં ફેકચર થયું હોવાથી કોઇ કામ-ધંધો કરી શકતા ન હોય જેની ચિંતામાં મહિલાએ સોમવારે બપોરના સમયે તેના ખેતરે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા મહિલાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમની સારવાર કારગત નીવડે તે પહેલાં જ મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પતિ કરણભાઈ દ્વારા જાણ કરાતા એએસઆઇ આર.એમ. જાડેજા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.