Saturday, December 6, 2025
Homeરાજ્યહાલારદ્વારકાના નજીક ટ્રક-સ્કૂટી વચ્ચે અકસ્માતમાં મહિલા કર્મચારી ગંભીર

દ્વારકાના નજીક ટ્રક-સ્કૂટી વચ્ચે અકસ્માતમાં મહિલા કર્મચારી ગંભીર

દ્વારકામાં આવેલી પીજીવીસીએલ કચેરીની નજીક પીજીવીસીએલ કચેરીના મહિલા કર્મચારીને અકસ્માત નડતા તેઓ ગંભીર રીતે ઘવાયા હતા. જેથી તેમને દ્વારકાની સરકારી હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર અપાયા બાદ વધુ સારવાર અર્થે જામનગર રીફર કરાયા હતા.

- Advertisement -

દ્વારકાની પીજીવીસીએલ કચેરીમાં ફરજ બજાવતા મહિલા કર્મચારી ગઈકાલે સોમવારે પીજીવીસીએલ કચેરી નજીકના હાઈવે રોડ પરથી તેમના સ્કૂટર પર બેસીને જઈ રહ્યા હતા. તે વખતે અહીંથી પુરપાટ ઝડપે આવતા જીજે 25 યુ. 5077 નંબરના ડમ્પર ટ્રક સાથે અકસ્માત સર્જાયો હતો. જેના કારણે મહિલા કર્મચારી ગંભીર રીતે ઘવાયા હતા.

આ અકસ્માત બાદ ઘટના સ્થળે લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા. અકસ્માત અંગે 108 એમ્બ્યુલન્સને જાણ કરાતા મહિલાને ગંભીર હાલતમાં દ્વારકા સરકારી હોસ્પિટલે ખસેડાયા હતા જયાં પ્રાથમિક સારવાર બાદ જરૂરિયાત જણાતા વધુ સારવાર અર્થે તેમને જામનગર ખસેડાયા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular