Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરપત્નીના ત્રાસથી કંટાળીને પતિનું ડીઝલ છાંટી અગ્નિસ્નાન

પત્નીના ત્રાસથી કંટાળીને પતિનું ડીઝલ છાંટી અગ્નિસ્નાન

25 દિવસ પૂર્વે દિવાસળી ચાંપી અગ્નિસ્નાન: સારવાર દરમિયાન શનિવારે મૃત્યુ : પોલીસ દ્વારા પત્ની વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી

લાલપુર તાલુકાના આરબલુસ ગામમાં રહેતાં યુવાનને છેલ્લાં સાત વર્ષથી તેની પત્ની દ્વારા અવાર-નવાર બોલાચાલી અને ઝઘડો કરી શારીરિક-માનસિક ત્રાસ આપતી હોવાથી જિંદગીથી કંટાળીને પતિએ ડીઝલ છાંટી સળગી જઇ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે પત્ની વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, લાલપુર તાલુકાના આરબલુસ ગામમાં રહેતાં અજયભાઈ ભાવેશભાઈ સાપરિયા (ઉ.વ.34) નામના યુવાનને તેની પત્ની પરીતાબેન દ્વારા છેલ્લાં સાત વર્ષથી ઘરખર્ચના રૂિ5યા બાબતે અવાર-નવાર બોલાચાલી કરી હતી અને ઝઘડો કરી શારીરિક-માનસિક ત્રાસ આપતી હતી. સામાન્ય સંજોગોમાં પતિ-પત્નીના કિસ્સાઓમાં પતિના ત્રાસની ફરિયાદો થતી હોય છે જ્યારે આરબલુસ ગામમાં ઉલ્ટી ગંગાની જેમ પત્નીના ત્રાસથી પતિએ આત્મહત્યા કર્યાની ઘટનાએ અરેરાટી ફેલાવી દીધી છે. જેમાં પરીતાબેનના ત્રાસથી કંટાળી ગયેલા પતિ અજયભાઈ ભાવેશભાઈ સાપરિયા નામના યુવાને ગત તા.17 મે ના રોજ સાંજના સમયે આરબલુસ ગામ નજીક નકટા બાવરીયા ગામના પાટીયા નજીક શરીરે ડીઝલ છાંટી દિવાસળી ચાંપી અગ્નિસ્નાન કર્યુ હતું.

ત્યારબાદ ગંભીર રીતે દાઝી ગયેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન શનિવારે રાત્રિના સમયે મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના ભાઈ સંજય દ્વારા જાણ કરાતા પીએસઆઈ એમ.એમ. જાડેજા તથા સ્ટાફે મૃતહદેનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી મૃતકની પત્ની પરીતાબેન વિરૂધ્ધ ગુનો નોંધી ધરપકડ માટે કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular