Monday, October 12, 2026
Homeરાજ્યજામનગરપતિના ત્રાસથી કંટાળી પત્નીએ ફીનાઈલ ગટગટાવ્યું

પતિના ત્રાસથી કંટાળી પત્નીએ ફીનાઈલ ગટગટાવ્યું

જામનગર શહેરના ખોજાગેઈટ પાસે રહેતી યુવતીના ત્રણ વર્ષના લગ્ન જીવન દરમિયાન તેણીના પતિ સહિતના અવાર-નવાર શારીરિક માનસિક ત્રાસ આપતા હોવાથી યુવતીને ઘરમાંથી કાઢી મુકતા યુવતીએ ફીનાઈલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.

- Advertisement -

બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં ખોજાગેઈટ પાસે લાલખાણ વિસ્તારમાં ચાકીવાડમાં રહેતી તમન્નાબેન ખફી (ઉ.વ.22) નામની યુવતીના લગ્ન ત્રણ વર્ષ પહેલાં સાહીલ સલીમ ખફી સાથે થયા હતાં અને આ લગ્ન થયા બાદ યુવતીના પતિ સાહીલ તથા સાસુ રૂકશાનાબેન સલીમ ખફી દ્વારા યુવતી સાથે નાની નાની બાબતે ઝઘડો કરી ગાળો કાઢી શારીરિક માનસિક ત્રાસ આપતા હતાં તેમજ અવાર-નવાર મેણાટોણા મારી પરેશાન કરતા હતાં. ત્યારબાદ યુવતીને ઘરમાંથી કાઢી મૂકી પરત આવવા ન દેતાં હોવાથી તમન્નાબેને તા.10 ના રાત્રિના સમયે તેના ઘરે ફીનાઈલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ યુવતીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં બનાવની જાણના આધારે હેકો ડી પી જાડેજા તથા સ્ટાફે યુવતીના નિવેદનના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular