Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરસગી પુત્રી સાથે દુષ્કર્મ કેસમાં પિતાને 20 વર્ષની કેદ

સગી પુત્રી સાથે દુષ્કર્મ કેસમાં પિતાને 20 વર્ષની કેદ

ભોગ બનનારને 6 લાખ રૂપિયા કમ્પનસેશન ચૂકવવા હુકમ

- Advertisement -

પિતા દ્વારા સગીર વયની પુત્રી સાથે દુષ્કર્મ આચરવાના કેસમાં કોર્ટ દ્વારા આરોપી પિતાને 20 વર્ષની સખત કેદ તથા 20 હજારનો દંડ અને ભોગ બનનારને છ લાખ કમ્પનસેશનના ચૂકવવા સ્પેશિયલ કોર્ટ દ્વારા હુકમ કરાયો છે.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, ગત તા.1/11/2020 ના રોજ ફરિયાદી પોતાના વતનમાં સાસરે ગયા હોય આ દરમિયાન તેમના પિતા તથા ફરિયાદીની સગીર વયની પુત્રી તરાણા ગામે હોય આ દરમિયાન આરોપી કેરૂ ખીમલા પચાયા દ્વારા તેની સગીર વયની પુત્રી સાથે બે દિવસ દુષ્કર્મ આચરી આ વાત કોઇને કહેશો તો મારી નાખવાની ધમકી આપ્યાની જોડિયા પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી. આ અંગે પોલીસ દ્વારા આરોપી પિતાની ધરપકડ કરી હતી. જે કેસ સ્પેશિયલ કોર્ટમાં ચાલી જતા અદાલત દ્વારા આરોપી પિતા કેરૂ ખીમલા પચાયાને તકસીરવાન ઠરાવી સ્પેશિયલ કોર્ટના જજ આરતી એ. વ્યાસ દ્વારા આરોપીને 20 વર્ષની સખ્ત કેદની સજા તથા રૂા.20000 નો દંડ અને દંડ ન ભરે તો વધુ છ માસની સખ્ત કેદની સજા તથા ભોગ બનનારને કમ્પનસેશનના રૂા. છ લાખ ચૂકવવા હુકમ કર્યો હતો આ કેસમાં સરકારી વકીલ તરીકે ભારતી વાદી રોકાયા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular