દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુરના પાદરવાડી સીમમાં રહેતાં ખેડૂત પ્રૌઢના પુત્રની સગાઇ થતી ન હોવાથી ચિંતામાં પિતાએ દવા પી આપઘાત કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
કલ્યાણપુરના પાદરવાડી સીમ વિસ્તારમાં રહેતા રાજશીભાઈ સાજનભાઈ ડાગર નામના 55 વર્ષના આહિર આધેડે પોતાની વાડીના શેઢામાં પાકમાં છાંટવાની જંતુનાશક ઝેરી દવા પી લેતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. મૃતક રાજશીભાઈ હના પુત્ર લખમણભાઈની સગાઈ થતી ન હોવાથી આ અંગેની ચિંતામાં તેમણે ઉપરોક્ત પગલું ભર્યું હોવા અંગેની જાણ મૃતકના પુત્ર લક્ષ્મણભાઈ રાજશીભાઈ ડાંગર દ્વારા જાણ કરાતા ભાણવડ પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


