Saturday, December 6, 2025
Homeરાજ્યઉપલેટાના કટલેરી બજારના ગોડાઉનમાં બ્લાસ્ટ થતા પિતા-પુત્રના મોત

ઉપલેટાના કટલેરી બજારના ગોડાઉનમાં બ્લાસ્ટ થતા પિતા-પુત્રના મોત

રાજકોટના ઉપલેટાના કટલેરી બજારમાં આવેલ એક ગોડાઉનમાં ભેદી બ્લાસ્ટ થતા પિતા-પુત્રના ઘટના સ્થળે મૃત્યુ નીપજ્યા છે. જેના પરિણામે આસપાસના લોકો ઘટના સ્થળે દોડી ગયા હતા અને પોલીસને અ અંગે જાણ કરવામાં આવી હતી. બ્લાસ્ટ  કયા કારણોસર થયો તે અંગે પોલીસ દ્વારા તપાસ શરુ કરવામાં આવી છે.

- Advertisement -

ઉપલેટા શહેરના કટલેરી બજારમાં આવેલ સ્ક્રેપના ગોડાઉનમાં આજે એકાએક ભેદી બ્લાસ્ટ થયો હતો. પરિણામે ગોડાઉનમાં કામ કરતાં અજીત કાણા (ઉ.વ.60) અને તેના પુત્ર રજાક કાણા (ઉ.વ.27) ના મૃત્યુ નીપજ્યા છે.  આ ભયંકર ભેદી બ્લાસ્ટના પરિણામે ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને તાત્કાલીક પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે સ્ક્રેપ ગોડાઉનમાં  બ્લાસ્ટ કેવી રીતે થયો તે જાણવા માટે આગળની કાર્યવાહી હાથ ધરી છે.  તેમજ બન્ને મૃતદેહોને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular