જામનગર શહેરમાં જકાતનાકા સર્કલ પાસે યુવાન ઉપર અજાણ્યા શખ્સોએ તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કરતા યુવાનને સારવાર અર્થે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવની જાણના આધારે પોલીસે તપાસ આરંભી હતી.
બનાવની વિગત મુજબ જામનગર શહેરમાં ગત રાત્રીના સમયે જકાતનાકા સર્કલ પાસેથી આહિર બોર્ડીગ સામે યતિન મનસુખભાઇ વાંઝા (ઉ.વ.45) નામના યુવાન ઉપર અજાણ્યા શખ્સે તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કરતા લોહી લુહાણ હાલતમાં ઢળી પડયો હતો ત્યારબાદ સ્થાનિક લોકોએ ઘવાયેલા યુવાનને 108 મારફતે યુવાનને ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બનાવની જાણના આધારે પીઆઇ એન.બી. ડાભી અને પીએસઆઇ બરસબીયા સહિતનો સ્ટાફ હોસ્પિટલે દોડી ગયો હતો અને યુવાનના નિવેદનના આધારે ઘાતક હુમલો કરનાર અજાણ્યા શખ્સ વિરૂઘ્ધ ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી હતી. યુવાનની હાલત ગંભીર હોવાનું હોસ્પિટલના સુત્રો દ્વારા જાણવા મળ્યું હતું.


