જામજોધપુર તાલુકાના કલ્યાણપુર ગામના વાડી વિસ્તારમાં આવેલા ખેતરમાં ખેતીની જમીન ફરતે ભૂંડના ત્રાસને કારણે ઇલેકટ્રીક વીજશોક મૂકયો હતો અને ખેડૂત પોતે જ ખાતરના ઢગલામાંથી પસાર થતો હતો તે દરમિયાન ફેન્સીંગ વાયરને અડી જતાં વીજશોક લાગતા મોત નિપજ્યું હતું.
બનાવની વિગત મુજબ જામજોધપુર તાલુકાના કલ્યાણપુર ગામમાં રહેતાં અને ખેતી કરતા બધાભાઈ જેરામભાઈ પાટડિયા (ઉ.વ.55) નામના પ્રૌઢે તેના ઘરે ખેતરમાં ટ્રાન્સફોર્મરમાંથી ડાયરેકટ વીજકનેકશનમાંથી તેની ખેતીની જમીનમાં આવેલા મકાનની ફરતે ભૂંડનો ત્રાસ રહેતો હોવાથી ભેંસો વીહાવાની હોય જેથી ફરતે ખેતરને ફરતે ફેન્સીંગ વાયરમાં ઇલેકટ્રીક વીજશોક મૂકયો હતો. દરમિયાન ગત તા. 3 ઓગસ્ટના રોજ રાત્રિના સમયે ખેડુત ખાતરના ઢગલામાંથી પસાર થતા હતાં તે દરમિયાન ઇલેકટ્રીક શોક લાગતા બેશુદ્ધ થઈ જવાથી સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ બનાવની તપાસ બાદ પીએસઆઈ આર.એલ. ઓડેદરા તથા સ્ટાફે મૃતકના ભાઈ ગાંડુભાઈના નિવેદનના આધારે ગુનો નોંધી તપાસ આરંભી હતી.