Monday, December 23, 2024
Homeઆંતરરાષ્ટ્રીયચીનમાં ફેકટરીમાં આગ, 36ના મોત

ચીનમાં ફેકટરીમાં આગ, 36ના મોત

- Advertisement -

ચીનના હેનાન પ્રાંતમાં આવેલી એક કંપનીમાં લાગેલી ભીષણ આગમાં 36 લોકોના મોત થયા છે. સ્થાનિક સરકારે મંગળવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આ ઘટનામાં બે લોકો ઘાયલ થયા છે જ્યારે અન્ય બે લાપતા છે. જે કંપનીમાં આગ લાગી ત્યાં કેમિકલ અને અન્ય ઔદ્યોગિક સામાન બનાવવામાં આવે છે. વેનફાંગ જિલ્લા સરકારના જણાવ્યા પ્ર્માણે આગ સોમવારે સાંજે 4:00 વાગ્યાની આસપાસ લાગી હતી અને લગભગ ચાર કલાકની જહેમત બાદ અગ્નિશામકો દ્વારા આગ કાબૂમાં લેવામાં આવી હતી. દુર્ઘટના સ્થળ પર 200થી વધુ જવાનોએ શોધ અને બચાવ કામગીરી હાથ ધરી હતી. ફાયર બ્રિગેડના 60 જવાનોને પણ ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular