જામનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જીવણભાઈ કુંભરવાડિયાની આગેવાની માં તા.13ના રોજ જામનગર તાલુકા કોંગ્રેસ સમિતિ તથા સિક્કા શહેર કોંગ્રેસ સમિતિની વિસ્તૃત કારોબારીની મિટિંગ અને સ્નેહમિલન નું આયોજન કરવામાં આવ્યું હતું.
આગામી 2022 વિધાનસભા ની ચૂંટણી ને ધ્યાન માં રાખી કોંગ્રેસ પાર્ટી ના સંગઠન ને બુથ લેવલ સુધી મજબૂત બનાવવા મિશન 2022 અંતર્ગત સદસ્યતા અભિયાન, જન-જાગરણ, અને પ્રભાત ફેરી ના કાર્યક્રમ માટે તમામ ને માહિતગાર કર્યા અને સંગઠન ને વધુ માં વધુ મજબૂત કરવા માટે સૂચના આપી હતી.
આ કાર્યક્રમમાં માં જિલ્લા કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ જીવણભાઈ કુંભારવાડિયા, જામનગર જિલ્લા મહામંત્રી(સંગઠન) કે.પી બથવાર, જામનગર જીલ્લા કોંગ્રસ સમિતિ મહામંત્રી પ્રદીપસિંહ વાળા, સિક્કા શહેર કોંગ્રેસ સમિતિ ના પ્રભારી હારુનભાઈ પલેજા, જામનગર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ઉપેન્દ્રસિંહ જાડેજા, સિક્કા શહેર કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ અસગરભાઇ, જીલ્લા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ પી.આર.જાડેજા, જામનગર જીલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી ચેતનભાઈ મોરી, જામનગર જીલ્લા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ પ્રવિણસિંહ જાડેજા, જામનગર જીલ્લા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ દાઉદભાઈ ગંઢાર, માલધારી સેલ નાં ચેરમેન બાલુભાઈ લુણા, જામનગર જીલ્લા કોંગ્રેસ સમિતિના મંત્રી ચંદ્રસિંહ જાડેજા, જામનગર જીલ્લા કોંગ્રેસ સમિતિના મંત્રી નરશીભાઈ કટેસીયા, જામનગર જીલ્લા કોંગ્રેસ સમિતિના આગેવાન તુલસીદાસ પરમાર, જામનગર તાલુકા કોંગ્રેસ સમિતિ તથા સિક્કા શહેર કોંગ્રેસ સમિતિ ના દરેક હોદેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.


