Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગરજામ્યુકો હસ્તકની આવાસ યોજનામાં તૈયાર આવાસ માટે અરજીની મુદ્તમાં વધારો

જામ્યુકો હસ્તકની આવાસ યોજનામાં તૈયાર આવાસ માટે અરજીની મુદ્તમાં વધારો

- Advertisement -

જામનગર મહાનગરપાલિકા હસ્તકની આવાસ યોજનામાં તૈયાર આવાસ ખાલી હોય, અરજી મંગાવવામાં આવી છે. તા. 20 જાન્યુઆરી સુધી અરજી ફોર્મ વિતરણ તથા પરત મેળવવાની તારીખ હતી. જે ખાલી ફલેટની સંખ્યા ધ્યાને લઇ સ્કિમમાં ફોર્મ વિતરણ તથા પરત મેળવવાની તારીખમાં તા. 20-2-2023 મુદ્ત વધારવામાં આવી છે.

- Advertisement -

જામનગર મહાનગરપાલિકા હસ્તકની આવાસ યોજના માટે ફોર્મ વિતરણ તથા ફોર્મ પરત મેળવવા માટે તા. 20 ડિસેમ્બર-2022થી તા. 20-1-2023 સુધી મુદ્ત રાખવામાં આવી હતી. પરંતુ ખાલી ફલેટની સંખ્યા મુજબ પુરતા પ્રમાણમાં અરજીઓ મળવાપાત્ર થઇ ન હોય, જેને ધ્યાને લઇ તમામ સ્કિમમાં ફોર્મ વિતરણ તથા ફોર્મ પરત મેળવવાની તારીખમાં 20 ફેબ્રુઆરી સુધી મુદ્ત વધારવામાં આવી છે. અરજી ફોર્મ મેળવવા તથા પરત કરવા માટે એચડીએફસી બેંક, પાર્ક કોલોની, જોગસ પાર્ક સામે, જામનગર ખાતેથી મેળવી શકાશે.

જામનગરના મયૂરનગર, મેઇન રોડ, વામ્બે આવાસની બાજુમાં રૂા. 3 લાખની કિંમતના ઇડબલ્યુએસ (વન બેડ રૂમ, હોલ, કિચન) પ્રકારના 52 આવાસ ખાલી છે. આ ઉપરાંત એમ.પી. શાહ ઉદ્યોગનગર પાછળ એલઆઇજી-1 (વન બેડ રૂમ, હોલ, કિચન) પ્રકારના રૂા. 7,50,000ની કિંમતના 70 આવાસ, જામનગરના હાપામાં રવિ પેટ્રોલ પંપ પાછળ ઇડબલ્યુએસ-1 (વન બેડ રૂમ, હોલ, કિચન) પ્રકારના રૂા. 3 લાખની કિંમતના 13 આવાસ તેમજ હાપા રવિ પેટ્રોલ પંપ પાછળ ઇડબલ્યુએસ-1 (વન બેડ રૂમ, હોલ, કિચન) પ્રકારના રૂા. 3 લાખની કિંમતના 10 આવાસ ખાલી છે.
આ આવાસો માટે જે અરજીઓ ઉપલબ્ધ થશે તેને કોમ્પ્યુરાઇઝડ ડ્રો મારફત આવાસની ફાળવણી કરવામાં આવશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular