Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગરVideo : સ્થાપના દિવસની ઉજવણી પૂર્વે રોમાંચક તૈયારીઓ....

Video : સ્થાપના દિવસની ઉજવણી પૂર્વે રોમાંચક તૈયારીઓ….

- Advertisement -

1લી મે ના ગુજરાત રાજ્યના સ્થાપના દિવસની ઉજવણી આ વર્ષે જામનગરમાં થનાર છે. આ ઉજવણી પૂર્વે જામનગર વહીવટી અને પોલીસ તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જે અંતર્ગત અમદાવાદ હેડકવાર્ટર ખાતેથી મેજર કરણસિંહ પરમાર અને કોચ અલ્પેશ અગ્રાવતના નેજા હેઠળ સમગ્ર રાજ્યમાંથી 80 પુરૂષ અને 30 મહિલાઓની બાઈક ટીમ જામનગરમાં સ્થાપના દિવસની ઉજવણીમાં કરતબ બતાવશે.

- Advertisement -

આ તૈયારીના ભાગરૂપે ટીમ દ્વારા શહેરના રાજમાર્ગો પર અને હેડકવાર્ટર ખાતે આ ટીમ દ્વારા પ્રેકટિસ દરમિયાન વિવિધ કરતબો રજૂ કરવામાં આવ્યાં હતાં. રાજ્ય કક્ષાની ઉજવણી જામનગરમાં પ્રથમ વખત થતી હોય પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ અને તેમની ટીમ દ્વારા તૈયારીઓમાં કોઇ કચાશ ન રહી જાય તે અંગેની ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. ઉપરાંત તૈયારીઓના ભાગરૂપે પોલીસ હેડકવાર્ટર ખાતે પરેડનું રીહર્સલ પણ કરવામાં આવ્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular