આજના મોંઘવારીના સમયમાં પ્લેનમાં મુસાફરી કરવી સામાન્ય માણસ માટે સ્વપ્ન બની ગયું છે ત્યારે એક ગામના દરેક લોકો પાસે પોતાની પ્રાઈવેટ જેટ છે અને ઘરનો સામાન ખરીદવા માટે પણ લોકો પ્લેન લઇને જાય છે.
કેલીફોનિયાના આ એલડોરૈડો કાઉન્ટરીમાં સ્થિત કૈમરન એયર પાર્ક જે 1963 માં બનાવાયું હતું જ્યાં કુલ 124 ઘર છે કહેવાય છે કે, બીજા વિશ્ર્વ યુદ્ધ દરમિયાન અમેરિકામાં પાયલટોની સંખ્યા ખૂબ વધી ગઈ હતી અને યુદ્ધ દરમિયાન ઘણાં બધા એર ફીલ્ડ પણ બનાવાય હતાં. જ્યારે યુદ્ધ સમાપ્તિ બાદ તેણે રેસીડેશિયલ વપરાશ માટે મૂકવામાં આવ્યા હતાં. જ્યાં રિટાયર્ડ પાયલટો માટેની વ્યવસ્થા કરવાનું નકકી કરાયું હતું.
અહીંના રોડ રસ્તાઓ પણ વિમાનના હિસાબ પ્રમાણે બનાવાયા છેે. અહીં લોકો પાસે બાઈક કે કાર નહીં પરંતુ ઘર દીઠ પ્રાઈવેટ જેટ પાર્ક જોવા મળશે. લોકો બહાર ફરવા ફરવા, સામાન ખરીદવા માટે પણ લોકો પ્લેનનો ઉપયોગ કરે છે. અહીં ગેરેજના બદલે હેંગરનો ઉપયોગ થાય છે. આ કૈમરન એરપાર્કને ફલાઈ-ઈન-કમ્યુન્ટિહી પણ કહેવામાં આવે છે. જ્યાં બહારના લોકોને અવર-જવર માટે પાબંદી છે. જ્યાં જવા માટે અનુમતી લેવી જરૂરી છે.