જામનગર અને દ્વારકા સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં તૌકતે વાવાઝોડુ ત્રાટકવાની તૈયારીના ભાગરૂપે સમગ્ર પંથકમાં વહીવટીતંત્ર દ્વારા ભયજનક સ્થળોએ રહેતા લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ કામગીરીમાં જિલ્લા કલેકટર રવિ શંકરની સૂચનાથી કાલાવડ ગામમાં સ્લમ વિસ્તારમાં અને ખાનકોટડામાં કાચા મકાનમાં રહેતા 25 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યાં હતાં. આ કામગીરી લાઇઝન અધિકારી કિર્તનબેન, મામલતદાર ઈશિતાબેન, તાલુકા વિકાસ અધિકારી અને સમગ્ર સ્ટાફ દ્વારા આ લોકોને શાળાના સલામત બિલ્ડિંગમાં સ્થળાંતર કરવામાં આવ્યું હતું.