Sunday, December 22, 2024
Homeરાજ્યગુજરાતપોલીસ અધિકારીઓ-કર્મીઓ વિરૂધ્ધ ફરિયાદ કરવા ‘ઓથોરીટી’ની રચના

પોલીસ અધિકારીઓ-કર્મીઓ વિરૂધ્ધ ફરિયાદ કરવા ‘ઓથોરીટી’ની રચના

- Advertisement -

- Advertisement -

ગુજરાત રાજ્યની ભા.જ.પ.ની સરકાર પોતાની નાની એવી કોઈપણ વાત માટે ઢોલ નગારા વગાડીને જાહેરાત કરે છે અને તેનો યશ મેળવી લે છે. પણ, પ્રજાને જે વાતની ખાસ જાણ હોવી જોઈએ તેવી બાબતોની જાહેરાત કરવાનું નામ ભા.જ.પ.ની સરકાર લેતી નથી. દા.ત. રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં ‘સ્ટેટ પોલીસ ક્મ્પલેઈન ઓથોરીટી’ની રચના કરવામાં આવી છે. ખાસ કરીને આઈ.પી.એસ. અધિકારી જેવા કે જીલ્લા પોલીસવડા, શહેર પોલીસ કમિશર, ડેપ્યુટી પોલીસ કમિશ્નર વગેરે દ્વારા નાગરિકને કોઈ ધમકી આપવામાં આવી હોય, મારકુટ કરવામાં આવી હોય, પોલિસકર્મી દ્વારા હાથ-પગ ભાંગી નાખવામાં આવ્યા હોય, લોહીલુહાણ કરવામાં આવ્યા હોય વગેરે કિસ્સાઓમાં તેઓની વિરૂધ્ધ ‘સ્ટેટ પોલીસ ક્મ્પલેઈન ઓથોરીટી’માં ઈ મેઈલથી, વોટ્સએપથી, રજીસ્ટર ટપાલથી કે ફેક્સ પત્રથી ફરિયાદ કરી શકાય છે. આ ઓથોરીટીની રચનામાં રાજ્ય સરકારનો કેઆઈ.પી.એસ. અધિકારીઓનો કોઈ ઉત્સાહ ન હોય તે સ્વાભાવિક છે. પણ, સુપ્રિમ કોર્ટના આદેશ પછી મોડેમોડે અને માંડમાંડ આ ક્ચેરીની રચના કરવામાં આવી છે. આ ક્ચેરીનું સરનામું કર્મયોગી ભવન, બ્લોક નં.1, છઠ્ઠો માળ, સેક્ટર-10, ગાંધીનગર-382 010 છે. ટેલિફોન નં.079 232-55801, 55803 અને 55805 છે. જ્યાં ફરિયાદ કરી શકાય છે. નાગરિકો કોઈ ડર રાખ્યા વગર અહીં ફરિયાદ કરી શકે છે જો આમ થશે તો આ ઓથોરીટીની રચના સાર્થક થશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular