Monday, December 23, 2024
Homeબિઝનેસશેરબજારમાં સતત ઘટાડાથી કરોડોનું ધોવાણ

શેરબજારમાં સતત ઘટાડાથી કરોડોનું ધોવાણ

ડોલર સામે રૂપિયો વધુ ઘટયો : સેન્સેકસમાં 1000 પોઇન્ટનું ગાબડું : રૂપિયો 77.59ના તળિયે

- Advertisement -

મુંબઈ શેરબજારમાં ફરી એક વખત મંદીનું મોજુ ફરી વળ્યું હતું. ઉપરાંત કરન્સી બજારમાં પણ રૂપિયો વધુ ગગડવા સાથે નવા ઐતિહાસિક તળિયે ધસી ગયો હતો. શેરબજારમાં આજે શરુઆત જ ગેપડાઉન રહી હતી. વિશ્ર્વબજારની મંદી,વિદેશી નાણા સંસ્થાઓની બેફામ વેચવાલી, મોંઘવારી અને વ્યાજ દર વધવાના ભણકારા, વિકાસ દરના ઘટતા અનુમાન સહિતના કારણોએ વિપરીત પ્રત્યાઘાત સર્જયો હતો.

- Advertisement -

હેવી વેઇટથી માંડીને તમામ શેરોમાં વેચવાલીનો મારો રહ્યો હતો અને ગાબડા પડ્યા હતા. બેન્ક, ઓટોમોબાઈલ્સ, એફએમસીજી સહિતના તમામ ક્ષેત્રોના શેરો તુટ્યા હતા. રિલાયન્સ, સ્ટેટ બેન્ક, ટાઇટન, ટાટા સ્ટીલ, અલ્ટ્રા ટેક સિમેન્ટ, એક્સીસ બેન્ક, બજાજ ફાયનાન્સ, ભારતી એરટેલ, જિંદાલ્કો, ટાટા મોટર્સ, ઇન્ડુઇસ બેન્ક, પંજાબ નેશનલ બેંન્ક, લાર્સન, મહીન્દ્ર, મારુતિ, નેસ્લે, આઈટીસી, પાવર ગ્રીડ સહિતના શેરો ગગડ્યા હતા.

મુંબઈ શેરબજારનો સેન્સેટીવ ઇન્ડેક્સ 800 પોઇન્ટના ગાબડાથી 53,290 હતો. જે ઉંચામાં 53,632 તથા નીચામાં 53,047 હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફટી 16,000ની નીચે ઉતરી ગયો હતો. 242 પોઇન્ટના ગાબડાથી 15,924 સાંપડ્યો હતો જે ઉંચામાં 16,041 તથા નીચામાં 15,848 થયો હતો.

- Advertisement -

બીજી તરફ કરન્સી બજારમાં અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો વધુ એક વધુ વખત કડડભુસ થયો હતો અને 35 પૈસા ગગડીને 77.59ના નવા તળિયે ધસી પડ્યો હતો. બે દિવસ પૂર્વે રૂપિયાએ 77.50ની તળિયાની સપાટી બનાવ્યા બાદ રિઝર્વ બેન્કની દરમિયાનગીરીથી ઘટતો અટક્યો હતો. તે ફરી વખત આજે નીચે સરકી ગયો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular