Thursday, February 20, 2025
Homeરાજ્યહાલારખંભાળિયાના માર્કેટિંગ યાર્ડમાં કર્મચારીને ફડાકા ઝીંકીને ફરજમાં રૂકાવટ

ખંભાળિયાના માર્કેટિંગ યાર્ડમાં કર્મચારીને ફડાકા ઝીંકીને ફરજમાં રૂકાવટ

એક શખ્સે બોલાચાલી કરી કર્મચારીને ફડાકા ઝીંકયા : મોબાઇલ ફોન તોડી નાખવાની પણ ફરિયાદ

- Advertisement -

ખંભાળિયા માર્કેટીંગ યાર્ડમાંથી મંગળવારે ફરજ પર રહેલા કર્મચારી સાથે એક શખ્સને આવીને બોલાચાલી કરી ગાળો કાઢી ફડાકા ઝીંકી દીધા હતાં અને ત્યારબાદ કર્મચારીનો મોબાઇલ ફોન પણ તોડી નાખ્યો હતો.

- Advertisement -

બનાવની વિગત મુજબ, ખંભાળિયાના રામનગર વિસ્તારમાં આવેલી એક સ્કૂલ પાસે રહેતા મહેશભાઈ જયંતીલાલ સોનગરા નામના 29 વર્ષના યુવાન અહીંના દ્વારકા માર્ગ પર આવેલા માર્કેટિંગ યાર્ડમાં ગઈકાલે મંગળવારે તેમની ફરજ પર હતા. ત્યારે નરેન્દ્રસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા નામના એક શખ્સએ તેમની પાસે આવી અને કોઈ બાબતે બોલાચાલી કરી હતી. આ પછી આરોપી નરેન્દ્રસિંહએ મહેશભાઈ સોનગરાને બિભત્સ ગાળો કાઢી, અને તેમને ગાલ પર ફડાકા ઝીંકી દીધા હતા. આટલું જ નહીં, તેમનો મોબાઈલ ફોન પણ તોડી નાખી, તેમાં પણ નુકસાની પહોંચાડી હતી.

આ સમગ્ર બનાવ અંગે ખંભાળિયા પોલીસે મહેશભાઈ સોનગરાની ફરિયાદ પરથી આરોપી નરેન્દ્રસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા સામે ભારતીય ન્યાય સંહિતાની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ હેડ કોન્સ્ટેબલ આર.જે. હુણ દ્વારા હાથ ધરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular